HomeGujaratજયદીપ કેમ ફૂડ નામની ફેક્ટરી માંથી ટાટા કંપનીના મીઠાની 65 હજાર ડુપ્લીકેટ...

જયદીપ કેમ ફૂડ નામની ફેક્ટરી માંથી ટાટા કંપનીના મીઠાની 65 હજાર ડુપ્લીકેટ બેગ સાથે એક પકડાયો

ટાટા કંપનીની બ્રાંડની અલગ અલગ ફૂડ પ્રોડક્ટનું વેચાણ અટકાવવા કંપની દ્વારા તેના રીપ્રેઝેન્ટેટીવની નિમણુક કરી અલગ અલગ સ્થળો તેમની પ્રોડક્ટની ગુણવતા તેના ડુપ્લિકેશન અટકાવવા ચેકિંગ કરતા હોય છે ત્યારે આ રીપ્રેઝેન્ટેટીવને બાતમી મળી હતી કે માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામ નજીક આવેલા જયદીપ કેમ ફૂડ પ્રાઇવેટ લિમીટેડ નામની ફેકટરીમાં ટાટા કંપનીમાં ડુપ્લિકેટ બેગનું વેચાણ થતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેના આધારે ટાટા કમ્પનીના વિનોદ શોહનલાલ શર્મા માળિયા મિયાણા પોલીસની ટીમને સાથે રાખી વવાણીયા ખાતે આવેલી જયદીપ કેમ ફૂડ પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં તપાસ કરી હતી જેમાં ટાટા કંપનીની ૨૫ કિલોગ્રામની કેપેસીટી વાડી તાજા શક્તિ બ્રાન્ડની ફોફી રંગની 43 હજાર બેગ તેમજ ટાટા શક્તિ બ્રાન્ડની કેસરી રંગની 22 હજાર બેગ મળી આવતા સ્થળ પરથી કુલ 65 હજાર ટાટા કંપનીના મીઠાની અલગ અલગ કંપનીની બેગ મળી આવી હતી. જે બાદ તાતા કંપનીના વિનોદ શોહનલાલ શર્માએ જયદીપકેમ ફૂડ ફેક્ટરીના મેનેજર કાનજીભાઇ નારણભાઇ ચાઉ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે કોપી રાઇટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩, ૬૪ મુજબ ગુન્હો નોદ્યો હતો અને મેનેજર ની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW