વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામમાં આવેલા 70 ફૂટ ઊંડા કુવામાં 20 થી 25વર્ષની ઉમર ધરાવતા એક યુવકનો મૃતદેહ લાશ પાણીમાં તરતો હોવાનો કોલ મોરબી ફાયર વિભાગની ટીમને આવ્યો હતો જેના આધારે મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી મહા મહેનતે યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે વાંકાનેર પોલીસની ટીમ દોડી જઈ આપઘાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ અભય પ્રેમજીભાઈ વીરા ઉવ 23ની હોવાનું સામે આવ્યું હતું પોલીસની તપાસમાં મૃતકે આપઘાત કર્યો કે આકસ્મિક રીતે તેનું મોત થયું તેની કોઈ માહિતી સામે આવી શકી નથી

