HomeGujaratમોરબી પોલીસે ચોરાઉ બાઈક સાથે એકને ઝડપી લીધો, કચ્છ જીલ્લાની 8 બાઈક...

મોરબી પોલીસે ચોરાઉ બાઈક સાથે એકને ઝડપી લીધો, કચ્છ જીલ્લાની 8 બાઈક ચોરીનો પણ ભેદ ઉકેલાયો

મોરબી તાલુકા પોલીસ મથકના પી,આઈ કે એ વાળાની દેખરેખ હેઠળ પી એસ આઈ વી કે જેઠવા અને અન્ય સ્ટાફના લોકો શાપર ગામ પાસે વાહન ચેકિંગ કામગીરીમાં જોડાયેલા હતા અને અલગ અલગ વાહનોની ચકાસણી કરતા હતા તે દરમિયાન એક શંકાસ્પદ બાઈક ચાલકને રોકાવી તેની તલાસી લીધી હતી અને વાહનની આરસી બુક અને અન્ય જરૂરી દસ્તાવેજ માગતા તેની પાસે કોઈ દસ્તાવેજ ન મળ્યા ન હતા તેમજ બાઈકમાં નંબર પ્લેટ પણ ન હોવાથી તેના એન્જીન નંબર આધારે માલિકની તપાસ કરતા આ બાઈક તેનું ન હોવાનું સામે આવ્યું હતું .

જેથી તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી અને આ બાઈક મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા સુનીલ મીરાણીનું હોવાથી શખ્સનું નામ જયંતિ પ્રભુભાઈ બાડા રહે ભીમાસર તાલુકો રાપર જીલ્લો કચ્છના હોવાનું સામે આવતા બાઈક ચોરીના હોવાનું સામે આવ્યું હતું જેથી તેની અટકાયત કરી આગવી ઢબે તેની પૂછ પરછ કરી હતી જેમાં તેને આ બાઈક ઉપરાંત કચ્છ જીલ્લામાં પણ અલગ અલગ સ્થળેથી 8 બાઈક ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તમામ 9 બાઈક જપ્ત કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW