HomeGujaratમોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે સીટને અંતિમ રીપોર્ટ રજુ કરવા વધુ બે...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટે સીટને અંતિમ રીપોર્ટ રજુ કરવા વધુ બે સપ્તાહનો સમય આપ્યો

સમગ્ર દેશને હચમચાવી નાખનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં આજથી 10 મહિના જેટલો સમય વીતી જવા છતાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આજ દિન સુધી તેનો અંતિમ રીપોર્ટ હાઈકોર્ટમાં રજુ કર્યો નથી અગાઉની મુદતમાં કોર્ટ દ્વારા આ મુદે સરકારનો રીતસરનો ઉધડો લીધો હોવા છતાં જાણે સરકાર દ્વારા નિમાયેલી ટીમ દ્વારા હજુ સુધી રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નથી અને હજુ પણ ટીમ એક પછી એક મુદત માંગતા આજે સરકાર દ્વારા ફરી એકવાર કોર્ટ પાસે ફાઈનલ રીપોર્ટ રજુ કરવા બે સપ્તાહનો સમય માંગ્યો હતો સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી કે સીટના એઈક સભ્યના પરિવારના સભ્યનું નિધન થયું હોય જેના કારણે રીપોર્ટ પૂર્ણ થઇ શક્યો નથી જેથી વધુ એક વખત સમય આપવામાં આવે હાઈકોર્ટે હાલ પુરતી સરકારની દલીલને માન્ય રાખી હતી સાથે સાથે નોધ્આયું હતું કે અંતિમ તબક્કા સુધી કામગીરી લંબાવવામાં આવે તેનું પરિણામ છે તેમ જણાવી અંતિમ મુદત આપી હતી સાથે સાથે ચેતવણી આપી હતી કે રીપોર્ટ આગામી બે સપ્તાહ બાદ રજુ કરવાનો રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW