HomeGujaratહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,જોધપર ખાતે તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા માટે ચિત્ર...

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર,જોધપર ખાતે તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સંયુક્ત ઉપક્રમે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર (નદી) બી.એડ. કોલેજ ખાતે તમાકુ ના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૯૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે અને ડો.દીપક બાવરવાની સૂચના થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં મેડીકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જેમ કે સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ,ગીતાબેન ત્રિવેદી,કોમ્યૂનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદભાઈ,ફીમેલ હેલ્થ વર્કર સાહિસ્તાબેન દેકાવડીયા તથા પ્રિન્સિપાલ રજનીશભાઈ બરાસરા તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અને વ્યસનથી થતાં ગેરફાયદા વિશે માહિતી પૂરી પાડવામાં આવી.ચિત્ર સ્પર્ધામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW