HomeGujaratસુરેન્દ્રનગરના દસાડા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત મોરબી પંથકના 4 આશાસ્પદ...

સુરેન્દ્રનગરના દસાડા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત મોરબી પંથકના 4 આશાસ્પદ યુવકના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ગામ પાસે વહેલી સવારે એક કાળજું કંપાવનાર ઘટના બની હતી મોરબીથી દેત્રોજ તાલુકાના કુંકાવાવમાં લૌકિક પ્રસંગે જઈ રહેલા યુવાનોની કાર સાથે એક ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલી હદે ગંભીર હતો કે કારનું પડીકું વળી ગયું હતું અને તેમાં સવાર મોરબી પંથકના અલગ અલગ ગામમાં 4 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક 108ની ટીમ દોડી ગઈ હતી અને તેઓને બહાર કાઢી પીએમ અર્થે પાટડી ખાતે ખસેડ્યા હતા ઘટના બાદ દસાડા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતીએ ને તપાસ હાથ ધરી હતી મૃતકના નામ ઇન્દ્રજિતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ 22, રહે. મોડપર, મોરબી)મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ 34, રહે. મોડપર, મોરબી)સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ 33, રહે. વીરપરડા, મોરબી)વિજયભાઈ મોમજીભાઈ મુછડિયા (ઉંમર વર્ષ 25, રહે. ઇન્દિરાનગર મોરબી)

આ અંગે દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઈ.ખડિયાએ જણાવ્યું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. એમાંથી ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં એમના સાસરી પક્ષમા કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એની લૌકિક ક્રિયામાં આ ચારેય યુવાનો દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં ગાડીમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW