મોરબી તાલુકાના ચકમપર ગામમાં ગૌચર જમીનમાં ગેર કાયદેસર મકાનો બનાવી અંદાજિત૮ હેકટર જગ્યામાં દબાણ કરાયું હતુ જેના પર આજે તંત્રનું જેસીબી ફરી વળ્યુ હતું.અને અંદાજિત ૧૫ જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા હતા.અને લગભગ ૫ કરોડની કિંમતની જમીન ખાલી કરી હતી.
મોરબી તાલુકાના ચકમપર ગામમાં ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ગેર કાયદેસર મકાન ખડકાઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી હતી અને મુદ્દે હાઇકોર્ટમાં પીએલઆઇ ફાઈલ કરવામાં આવી હતી જે બાદ કોર્ટે આ દબાણ દૂર કરવા જિલ્લા વહીવટી તંત્રને આદેશ કર્યો હતો જે બાદ ગ્રામ પંચાયત દ્વારા અહીંના ૧૫જેટલા પરિવારને નોટિસ આપી જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી. દરમિયાન ગઈ કાલે મોટાભાગના પરિવારોએ મકાન ખાલી કરી દીધા હતા તેમ છતાં જોકે જગ્યા ખાલી ન થતાં આજે મોરબી જિલ્લા પંચાયતની ટીમ તાલુકા પંચાયત તેમજ તાલુકા પોલીસની ટીમ વહેલી સવારે વરસતા વરસાદમાં ડીમોલીસન કામગીરી માટે દોડી ગઈ હતી. અને એક પછી એક મકાન પર જેસીબી મશીન ચલાવી અંદાજિત ૧૫જેટલા મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રના અધિકારીઓ ના જણાવ્યા મુજબ લગભગ 8હેકટર જેટલી જમીન પર ગેર કાયદેસર દબાણ ખડકાઈ ગયું હતું જેના પર જેસીબી મશીન ફેરવાયું હતું..સાંજ સુધીમાં જગ્યા ખાલી કરવામાં આવી હતી.

