મોરબી જીલ્લાની એક માત્ર કોંગ્રેસ શાસિત માળિયા મિયાણા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સમિતિઓની મુદત પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી સમિતિ સહીતના માટે સેન્સ લેવાઈ હતી. જેમાં જેમાં અલગ અલગ ઉમેદવારો એ દાવેદારી કરી હતી બીજી તરફ માળિયા મિયાણા નગરપાલિકા માં ભાજપ પાસે એક પણ સીટ ન હોવાથી કોઈ ઉમેદવાર જ ઉભા રહી શક્યા ન હતા જે બાદ પક્ષ દ્વારા પ્રમુખ પદ માટે રહેમતબેન મોવર,ઉપ પ્રમુખ માટે રહીમભાઈ જામની બિન હરીફ વરણી કરવામાં આવી છે

