મોરબી જિલ્લામાં ગેર કાયદેસર થતા હથીયારોની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસની ટીમ દ્વારા અલગ અલગ સ્થળો તપાસ કરી રહી હતી તે દરમિયાન મોરબી એસઓજીની ટીમને બાતમી મળી હતી કે માળિયા મિયાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા પીપળીયા ચાર રસ્તા નજીક નીરૂબેન નગર ગામના ગેટ પાસે કાળું ટીશર્ટ અને રાખોડી રંગના જીન્સ પેન્ટ પહેરેલી શખ્સ દેશી બનાવટના તમંચા સાથે ફરતો હોય આ બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને માળિયા મિયાણાના અંજીયાસરમાં રહેતા સમીર હનીફભાઈ મોવરને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ 5000ની કિમતનો તમંચો જપ્ત કર્યો હતો બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

