મોરબીના સબ જેલ સામે આવેલા ચોક વિસ્તારમાં હનુમાન મંદિર માં આવવા મુદે એક યુવાન પર 4 શખ્સે કર્યો હતો અને અહી કેમ આવ્યો તેમ કહી તેને ગાળો આપી ઢીકા પાટુંનો માર માર્યો હતો જે અંગે યુવાને ત્રણ શખસ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી
બનાવની મળતી માહિતી મુજબના લીલાપર રોડ સબ જેલ સામેના ચોક વિસ્તાર નજીક રહેતા જયેશ હમીરભાઈ ખાંભલા નામનો યુવાન તેના ઘર નજીક આવેલા હનુમાનજી મંદિરમાં ગયો હતો જ્યાં ગૌથી હાજર વિક્રમ છગનભાઈ જારીયા ,વિજય ભગવાનજી જારીયા ,છગન ટપુભાઈ જારીયા, અને જેઠાભાઈ ટપુભાઈ જારીયાએ ગાળો બોલી અહી કેમ આવ્યો તેમ કહી ઢીકાપાટુંનો માર માર્યો હતો અને આરોપીઓએ યુવકને ધક્કો મારી સિમેન્ટના બાકડા સાથે અથડાવતા યુવકને ઈજા પહોચી હતી બનાવ અંગે જયેશે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી

