HomeGujaratમોરબી-માળિયાના ગામમાં નર્મદા કેનાલમાંથી પાણી પહોચાડવા પ્રભારી મંત્રીએ કરી અધિકારી સાથે બેઠક...

મોરબી-માળિયાના ગામમાં નર્મદા કેનાલમાંથી પાણી પહોચાડવા પ્રભારી મંત્રીએ કરી અધિકારી સાથે બેઠક કરી

મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેચાતા ચોમાસું પાક પર ખતરો ઉભો થયો છે કેટલાય વિસ્તારમાં મગફળી અને કપાસના પાકમાં પિયત ન મળવાથી પાન પીળવાં લાગ્યા છે. ત્યારે ઠેર ઠેર ખેડૂતો દ્વારા કેનાલમાંથી પાણી છોડવાની માંગણી કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલની ધ્રાંગધ્રા- હળવદ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગણી કરી હતી જે બાદ પાણી છોડવામાં આવ્યું હોવા છતાં મોરબી જિલ્લાના છેવાડા ના ગામમાં પાણી ન પહોચતું હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ ખુદ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારમાં નર્મદા કેનાલ તરફ પ્રવાસ કર્યો હતો અને શા માટે પાણી નથી મળતું તે અંગે તપાસ કરી હતી અને પાણી ન પહોચવાના કારણો જાણ્યા હતા જે બાદ આ અંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયા ને રજૂઆત કરી હતી જે બાદ પ્રભારી મંત્રીએ આ મુદે નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી છેવાડાના ગામડા સુધી પાણી પહોચડવા નર્મદા નિગમના આયોજન અંગે ચર્ચા કરી હતી. આ તકે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જોડાયા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW