કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પડધર ગામમાં લિગ્નાઈટ કોલસાનું વિદેશથી આયાત કરી અલગ અલગ લોકોને વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારી પ્રકાશભાઈ શિવજીભાઈ કોઠીવારે પધ્ધર પોલીસ મથકમાં મિલનો પેપરમિલના ડાયરેક્ટર બચુભાઈ ભુરાભાઈ અગોલા તેમના પત્ની રમાબેન બચુભાઈ અગોલા તેમજ તેમના પુત્ર હર્ષ બચુભાઈ અગોલા સામે રૂ ૬ કરોડના કોલસાની ઉધાર પેટે ખરીદી કરી બાદમાં તે રકમની ચુકવણું ન કરી તેમની સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોધાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ
વાંકાનેરના સરતાન પર રોડ પર આવેલા મિલાનો પેપરમિલના ડાયરેક્ટર બચુભાઈ ભૂરાભાઈ અગોલા તેમની પેપરમિલના બોઈલરમાં ઉપયોગ માટે આયાતી કોલસો મગાવતાં હતા અને 2015 દરમિયાન તેઓએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના પધ્ધર ખાતે આવેલ ગ્લોબલ ટ્રેડીંગ અને પીઠડ કોલ કેરીયર્સ નામની પેઢીના પ્રકાશભાઈ શિવજીભાઈ કોઠીવાર પાસેથી લિગ્નાઈટ કોલસો મગાવતાં હતા બચુભાઈ ભૂરાભાઈએ તેમની પેપર મિલ માટે પીઠડ કોલ કેરીયર્સ પાસેથી મગાવેલા કોલસા પેટે 01-માર્ચ 2018 ની સ્થિતિએ રૂ. 22.34 લાખના જેટલા ચુકવવાના હતા. આ ઉપરાંત 01-04 -2018થી 31-03-2019 સુધીમાં 4,86,02,656નો બીજો કોલસાનો જથ્થો પણ પ્આરકાશ ભાઈ પાસેથી મગાવ્યો હતો અને તે પૈકી બચુભાઈએ રૂ 3,27,65,377 ચૂકવ્યા હતા જયારે 15.83 લાખ જેટલી રકમ બાકી હતી તો 2019 -20ના વ વર્ષમાં ૩,70,68,031 ની રકમનો કોલસો મગાવ્યો હતો અને તેમાંથી બચુંભાઈએ 3,03 67 720 જેટલી રકમ ચૂકવી હતી આમ અલગ અલગ સમયે કોલસો મગાવી ટુકડે ટુકડે થોડી રકમ ચૂકવી હતી. આમ અલગ અલગ સમયે લીધેલા ઉધાર પેટે કોલસા દીધા હતા.લગભગ રી 6,22,31 700 જેટલી રકમ મિલાનો પેપરમિલના ડાયરેક્ટર બચુભાઈ અગોલા,તેમના પત્ની રમાબેન તેમજ પુત્ર હર્ષ અગોલાએ ન ચુકવતા અનેક વખત પ્રકાશભાઈએ રકમ ચુકવણી કરવા માંગણી કરી હતી પરંતુ દરેક વખતે માત્ર વાયદાઓ જ કરવામાં આવતા હોય જેથી બચુભાઈ સાથે ભુજની એક હોટેલમાં મીટીંગ પણ કરવામાં આવી હતી ત્યારે પણ રૂપિયા આપવાના વાયદા કર્યા હતા. બાદમાં થોડા સમય બાદ તેઓએ જણાવ્યું હતું કે પેપરમિલ બંધ હાલતમાં છે અને તેનો કબજો તમને સોપું છું તેમ કહી એડવોકેટ પાસે નોટરી લખાણ કરી દીધું હતું અને તમામ સામાનનો કબજો સોપતા પ્રકાશભાઈએ ટ્રક મોકલી ફેક્ટરીનો તમામ સામાન કચ્છ લાવ્યા હતા જે બાદ અચાનક તેઓને જાણ થઇ હતી કે બચુભાઈએ આ ફેક્ટરી યશ બેંક નામની ફેક્ટરીમાં મોર્ગેજમાં મુકેલી હતી તેમ જાણતા હોવાં છતાં ખોટું નોટરી લખાણ કરીબાદમાં તેમના વિરુદ્ધ જ
જેથી કંટાળી જઈ તેઓએ બચુભાઈ તેમના પત્ની રમાંબેન અને પુત્ર હર્ષભાઈ અગોલા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પધ્ધર પોલીસે ત્રણેય વિરુદ્ધ આઈપીસી કલમ 406 ,420 114 અંતર્ગત ગુન્હો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

