મોરબી સહિત સૌરાષ્ટ્ર કચ્છ માં વરસાદ ખેચાયો છે અને તેના કારણે ચોમાસું પાકને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે,હાલ ચોમાસું પાકને થતું નુકશાન અટકાવવા પિયત આપવી જરૂરી છે જે વિસ્તારમાં કેનાલ સગવડ છે ત્યાં સરકાર પાણી વિતરણ કરી રહી છે પણ જ્યાં કેનાલ કે બીજી પિયતની સગવડ નથી ત્યાં ખેડૂતો આસપાસના નાના જળ સ્ત્રોત અને કુવામાંથી પાણી ખેચવાની જરૂરિયાત છે જેથી ખેડૂતોને વધુ સમય વીજળીની જરૂરિયાત ઉભી થઇ છે જેથી સરકાર દ્વારા તેઓને 8 કલાક ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આ માંગણી મુદે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ખેતી પાકને સિંચાઈની જરૂરીયાતને ધ્યાને લઇ 14 જીલ્લામાં 8 કલાકના બદલે 10 કલાક સુધી વીજળી આપવાનો આદેશ કરવામાં અઆવ્યો છે અગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 14 જીલ્લામાં 10 કલાક મળશે રાજ્ય સરકારના આ આદેશ બાદ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા એ સરકાર નો આભાર વ્યક્ત કર્યો છે

