મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મથક માં મોટર વ્હીકલ એકટના અલગ અલગ ગુનામાં જપ્ત કરવામાં આવેલા વાહનના માલિકો દ્વારા લાંબા સમય સુધી તેનો કબજો મેળવવા અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા હવે પોલીસ દ્વારા આ વાહનોનાં નિકાલ ની કામગીરી હરું કરવામાં આવી છે આં માટે જરૂરી કાયદાકીય પ્રકિયા પૂર્ણ કરી હવે તેની જાહેર હરરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આં વાહનો હાલ તાલુકા પોલીસ મથકના ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલ છે.
આ હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક વેપારીઓએ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધીમાં અરજી દીઠ અલગ-અલગ એડવાન્સ ડીપોજીટ પેટે રૂ.૨૫,૦૦૦/- નો “OS TO SUPERINTENDNENT OF POLICE ના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડીમાન્ડ ડ્રાફટ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, મોરબીની હિસાબી શાખામાં ટપાલ/રૂબરૂથી કચેરી સમય દરમિયાન જમા કરાવવાનો રહેશે.
હરાજીના વાહનોનું રૂબરૂ નિરીક્ષણ તા. ૦૨/૦૯/૨૦૨૩ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મોરબીની કચેરી ખાતે કચેરી સમય દરમિયાન કરી શકાશે. આ હરાજીનો માલ જે સ્થિતીમાં હશે તેજ સ્થિતીમાં સુપ્રત કરવામાં આવશે, ઊપરાંત હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળાવવામાં આવશે તેમ મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરે જણાવાયુ હતું

