HomeGujaratમોરબીમાં ફરી એકવાર સિટી બસ માર્ગો પર દોડશે

મોરબીમાં ફરી એકવાર સિટી બસ માર્ગો પર દોડશે

મોરબી નગરપાલિકાને ખોટના ખાડામાંથી બહારથી લાવવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નગરપાલિકાનું સુકાન હાથમાં લઈને ધીરેધીરે પાલિકાના કામોના વિકાસની ગાડી પાટે ચડાવી છે. ખાસ કરીને તેઓએ સીટી બસના કોન્ટ્રાક્ટરની લાલીયાવાળી બંધ કરાવીને સીટી બસનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને સીટી બસોને નગરપાલિકા હસ્તક લઈ નગરપાલિકાના દ્વારા જ ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરીને હવે નગરપાલિકા દ્વારા જ 11 સીટી બસો તમામ વિસ્તારમાં દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલે તા.1 સપ્ટેમ્બરથી નગરપાલિકા દ્વારા 11 સીટી બસો શરૂ કરવામાં આવશે અને ધારાસભ્ય લીલીઝંડી આપી આ 11 સીટી બસોનો પ્રારંભ કરાવશે અને લોકોને 5 કે 10 રૂપિયામાં સીટી બસની મુસાફરીનો લાભ મળશે તેથી લોકોને હવે રિક્ષાના મોંઘા ભાડામાં લૂંટાવું નહિ પડે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW