HomeGujaratમોરબીના ઉમિયા સર્કલ નજીક પવન હાઈટસમાં ચાલતું જુગાર ધામ પકડાયું, 8 જુગારી...

મોરબીના ઉમિયા સર્કલ નજીક પવન હાઈટસમાં ચાલતું જુગાર ધામ પકડાયું, 8 જુગારી ઝડપાયા

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા પવન હાઈટસ નામના એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૩૦૨ માં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા 8 જુગારીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી 2.13 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના ઉમિયા સર્કલ નજીક આવેલા સંકેત શો રૂમના પાછળ ભાગે આવેલા પવન હાઈટ્સ એપાર્ટમેન્ટના ૩૦૨ નંબરના બ્લોકમાં હિરેન હરી ભાઈ નંદાસણા લોકોને બહારથી બોલાવી જુગાર રમાડી રૂપિયા ઉઘરાવતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી અને તેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો અને ફ્લેટમાં જુગાર રમતા હિરેન હરી ભાઈ નંદાસણા. પલક ભગવાનજીભાઈ કનેરિયા,ભરત સવજી કાસુન્દ્રા,મેહુલ છબીલભાઈ વડસોલા,વિપુલ લાલજીભાઈ પટેલ,,મહેશ વશરામભાઈ રૈયાણી,સંજુ સુંદરજીભાઈ રૈયાણી,ભગીરથભાઈ પ્રવીણભાઈ અદ્રોજા ને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી 2.12 લાખ રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW