મોરબી નજીક આવેલા દલવાડી સર્કલ પાસે આવેલા મચ્છુ નગરમાં આવેલા એક વોડાફોન કંપનીના ટાવર પાસે આવેલા બેટરીરૂમમાં અચાનક બપોરના સમયે શોક સર્કીટના કારણે આગ ફાટી નીકળી હતી ઘટના અંગે આસપાસના લોકોને જાણ થતા તેઓએ ફાયર વિભાગને કોલ કરી આગની ઘટના અંગે જાણકારી આપી હતી જે બાદ મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનામાં કોઈ જાન હાની ન થતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

