મોરબીના લાલબાગ ખાતે આવેલાં તાલુકા સેવા સદન ખાતે મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં એક દિવ્યાંગ અરજદાર મહમદભાઈ કાસમભાઇ પલેજા સરકારી કામ માટે આવ્યો હતો. યુવક બરાબર ચાલી શકતો ન હોય એ જ સમયે મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા પોતાની ચેમ્બરમાં જઈ રહ્યા હતા અને આ દિવ્યાંગ અરજદારને જોઈ તેમની પાસે જઈ શું કામ છે તેમ પૂછતા પોતાનું ચૂંટણી કાર્ડ તૂટી ગયેલ હોય નવું ચૂંટણી કાર્ડ કઢાવવાનું છે તેમ જણાવતા મામલતદારએ તાત્કાલિક પોતાના સ્ટાફને લોબીમાં બોલાવી અરજદાર પાસેથી જરૂરી પુરાવાઓ મેળવી ત્યાજ ફોર્મ ભરી આપ્યું હતું.આ દિવ્યાંગ અરજદાર મોરબી શહેરના મતદાર યાદી ભાગ નંબર 196- મોરબી 67 ના મતદાર હોય અને. મોરબી શહેરના મતદારોએ આ કામગીરી માટે વીસી ફાટક પાસે આવેલ મોરબી શહેર મામલતદારની કચેરીએ જવાનુ હોય છે પરંતુ આ દિવ્યાંગ અરજદાર ભુલથી લાલબાગ સેવા સદન ખાતે મોરબી ગ્રામ્ય મામલતદાર ની કચેરીમાં પહોંચી ગયેલ હોય માનવતાના ધોરણે તેઓને અરજી ફોર્મ ભરાવી આપી આગળની કાર્યવાહી કરી આપેલ હતી.દિવ્યાંગ અરજદારને પરત તેમની ટ્રાયસીકલમાં બેસાવડાવી રવાના કર્યો હતો.

