મોરબી જીલ્લામાં શ્રાવણ માસ શરુ થતાની સાથે જુગારની મોસમ જાણે પુર બહારમાં ખીલી હોય તેમ આડેધડ જુગાર ધામ ધમધમી રહ્યા છે પોલીસ પણ અલગ અલગ સ્થળે દરોડા પાડી જુગારીઓને ઝડપી લેવા તપાસ ચલાવી રહી છે ત્યારે આજે મોરબી તાલુકા પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા 15 જુગારીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 55,350 રોકડ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામની હદમાં આવેલા શાંતિનગરમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળી હતી આં બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા લાલજી નરોતમ સોનગરા,પ્રદીપ અમૃત મોરી,દેવાંગ જગદીશ લાંગણોજા,હિમંત લાલજીભાઈ સોલંકી,સંજય પ્રેમજી ટાંક, ભરત જવેરભાઈ મોરી,ઉમેશ ભરતભાઈ પરમાર,ધવલ રમેશભાઈ જાકાસણીયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.24,300 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તો બીજા એક બનાવમાં મોરબીના નવાગામ (લગધીરનગર) ગામમાં આવેલા સીન્ધોઈ માતાના મંદિર પાસે જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને છગન જીવાભાઈ દેત્રોજા,વલ્લભ હીરજી દેત્રોજા,અનુલાલ ગાંડુભાઈ અઘારા,મનુ નરભેરામભાઈ દારોદરા,મનસુખ નરભેરામભાઈ દારોદરા,પ્રવીણ નાથાભાઈ જંજવાડિયા ,હેમુ મોહનભાઈ અઘારાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 31050 રોકડા સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

