દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી રહી છે દિલ્હી થી લઇ નાનકળા ગામની પ્રાથમિક શાળામાં જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ત્યારે મોરબી શહેરમાં પણ વિશ્વ હિંદુ પરિષદ , બજરંગદળ તથા માતૃ શકિત, દુર્ગાવાહીની તથા તમામ આયામો દ્વારા સ્વતંત્રતા દિવસ નિમીતે મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ સહિત ની વિવિધ હિન્દુ સંગઠન દ્વારા નવા બસ સ્ટેશન નજીક સરદાર પટેલની પ્રતિમા સામે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આર એસ એસના મોરબી પ્રાંતના કાર્યવાહક વિપુલ અઘારાના હસ્તે ધ્વજ ફરકવવામાં આવ્યો હતો તેમજ હાજર તમામ લોકોએ સન્માન પૂર્વક શિસ્ત બદ્ધ રીતે રાષ્ટ્રગીત ગાઈ રાષ્ટ્રધ્વજને સન્માન આપ્યું હતું આ તકે મોરબી શહેરના લોકો પણ જોડાયા હતા

