HomeGujaratગુજરાતી સિનેમાના 3 એકકા ફિલ્મના સ્ટાર કલાકાર નવયુગ સંકુલની મુલાકાતે,

ગુજરાતી સિનેમાના 3 એકકા ફિલ્મના સ્ટાર કલાકાર નવયુગ સંકુલની મુલાકાતે,

હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાં પાયે બદલાવ આવ્યો છે અને તેનાં કારણે યુવા વર્ગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળ્યા છે. અર્બન ગુજરાતી મુવીના કલાકાર લોકપ્રિય થવા લાગ્યા છે અને શાળા કોલેજમાં છાત્રો સુધી પહોંચી રહ્યા છે અને તેના ભાગરૂપે નવી ગુજરાતી ફિલ્મ ત્રણ એક્કાની સ્ટાર કાસ્ટ અને મુવીના પ્રોડ્યુસર આજે નવયુગ સંકુલ કેમ્પસ પર ફિલ્મ પ્રમોશન માટે આવેલ હતા જેમાં ગુજરાતી સિનેમા જગતના સુપરસ્ટાર યશ સોની,મિત્રા ગઢવી, ઈશા કંસારા, તરજાની,કિંજલ રાયપ્રિયાએ નવયુગ સંકુલના બાળકો સાથે ધમાકેદાર પર્ફોર્મન્સ આપી જલસો કરાવ્યો હતો નવયુગ સંકુલના કેમ્પસમાં પ્રવેશતા જ તમામ સ્ટાર કાસ્ટે ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારબાદ સંપૂર્ણ કેમ્પસની વિઝીટ કરી તમામ કલાકારો કેમ્પસ જોઈને અભિભૂત થઈ ગયા હતા. અલગ અલગ સોંગ પર સ્ટુડન્ટ્સ સાથે ડાન્સ તેમજ ડાયલોગ કરી તમામ કલાકારો એ કેમ્પસ આખું ગુંજાવ્યું હતું આ કાર્યક્રમમા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા,રંજનબેન કાંજીયા , ક્રિષ્ના કાંજીયા,બળદેવભાઈ સરસાવડીયા તેમજ તમામ વિભાગના પ્રિન્સિપાલ અને KG થી કોલેજ સુધીના તમામ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW