HomeGujaratમોરબીમાં ત્રણ સ્થળે ચાલતી જુગારની હાટડી પર પોલીસની તવાઈ ૧૬ જુગારી ઝડપાયા

મોરબીમાં ત્રણ સ્થળે ચાલતી જુગારની હાટડી પર પોલીસની તવાઈ ૧૬ જુગારી ઝડપાયા

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા ૧૬ જુગારીઓને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ 69,560 રોકડ સહીત નો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે એ એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કારિયા સોસાયટી,લીલાપર રોડ,શકત શનાળા એમ અલગ અલગ ત્રણ સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં કારિયા સોસાયટીમાં જુગાર રમતા જયેશ ગાંડુભાઈ ડાભી, મુકેશ નરશીભાઈ ભલસોડ રવિ યોગેશભાઈ ગોસ્વામી,મનદીપ રાજુભાઈ બાબરિયાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ૧૩,૭૦૦ રોકડ રકમ જપ્ત કરી હતી

બીજા એક બનાવમાં લીલાપર રોડ પર આવેલા સરકારી આવાસ યોજનાના ક્વાર્ટર નજીક ખુલ્લામાં જુગાર રમતા નિજામ અલીમ મોવર ,દેવરાજ મનસુખ કુંઢિયા સમીર આરીફ કાશમાણી,કારું નાથાભાઈ દેલવાણીયા અલ્તાફ કરીમશા શાહમદાર અજય હંસરાજભાઈ વિકાણીને ઝડપી લીધા હતા અને ત્યાંથી રૂ ૧૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં મોરબીના શનાળા ગામ પાસે આવેલા નવા પ્લોટ વિસ્તારમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા

ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા કરણસિંહ ઝાલા, નીતિન ભરત હોથી,સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા,શક્તિસિહ જયદીપસીહ જાડેજા રાજુભા બનુભા ઝાલા,ઘનશ્યામ સિંહ છત્રસિંહ જાડેજા,ને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ ૪૫૨૬૦ રોકડા જપ્કિત કર્રયા હતા. જુગાર દરોડા દરમિયાન કીરણ રામજીભાઈ ખાંભલા, હિતેન્દ્રસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા.પીન્ટુ હરેશભાઈ ખાંભલા, ઋતુરાજસિહ રવુભા ઝાલા હરપાલસિહ મુળુભા ઝલા અને અકરમ કાદરી સહિતના શખ્સ ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW