અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીઓને થતા અન્યાય સામે લડત આપતું વિધાર્થી સંગઠન છે.મોરબીની એલ.ઈ કોલેજ(ડિગ્રી) ખાતે ઘણા સમયથી પાણીના કૂલર હોવા છતા બંધ હાલતમાં છે અને જેના લીધે પીવાનું પાણી વિદ્યાર્થીઓને મળતું નથી અને કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા નથી ,બાથરૂમમાં પણ સ્વચ્છતા નથી અને હોસ્ટેલમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે જેના લીધે વિદ્યાર્થીઓ ને તકલીફ પડી રહી છે આ બાબતે વિધાર્થીહિત માટે આવેદન પત્ર એલ.ઈ કોલેજના પ્રિન્સીપાલને આપવામાં આવ્યું અને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.જેની સંપુર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.

