HomeGujaratમોરબીમાં શ્રાવણી જુગારની સીઝન ખીલી અલગ અલગ ત્રણ સ્થળે જુગાર રમતા 16...

મોરબીમાં શ્રાવણી જુગારની સીઝન ખીલી અલગ અલગ ત્રણ સ્થળે જુગાર રમતા 16 જુગારી ઝડપાયા

મોરબી શહેર અને તાલુકા પોલીસ મથક એમ અલગ અલગ ત્રણ વિસ્તારમાં ચાલતા જુગારની હાટડી પર પોલીસે દરોડો પાડયો હતો અને16 જુગારી ને ઝડપી લીધાં હતા અને તેની પાસેથી 34,390રોકડ અને જુગાર સાહિત્ય જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરા નગર વિસ્તારમા આવેલા ખોડીયાર માતાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા હિતેષભાઇ બાબુભાઇ મુછડીયા, સચીનભાઇ ધીરૂભાઇ સોલંકી
ગૈાતમભાઇ ભાવેશભાઇ પરમાર, મુકેશભાઇ નાનજીભાઇ મકવાણા,વિપુલભાઇ ઉર્ફે અશોકભાઇ મુળજીભાઇ ચાવડા,મહેશભાઇ અરજણભાઇ પરમારને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.14,430રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો
તો પોલીસે આં જ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા શામજીભાઇ બાબુભાઇ વાઘાણી, અજયભાઇ ગેલુભાઇ સીતાપરા, અમીતભાઇ નવઘણભાઇ આત્રેસાને ઝડપી લીધાં હતા અને તેની પાસેથી રૂ.4560રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસની ટીમે પણ મકનસર ગામમાં દરોડો પાડયો હતો અને જુગાર રમતા રાહુલભાઇ હકાભાઇ બાબરીયા, હરેશભાઇ મનુભાઇ બાબરીયા,
વિશાલભાઇ ટીકુભાઇ દેગામા,વિવેકભાઇ દુવરાજભાઇ બાબરીયા,દેવજીભાઇ ભાણજીભાઇ થરેસા, કિશોરભાઇ વીરજીભાઇ સારલા, અજીતભાઇ બચુભાઇ બાબરીયા ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ.15,500રોકડા અને જુગાર સાહિત્ય જપ્ત કરી હતી

જેમ જેમ શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તેમ તેમ મોરબી જિલ્લામાં શેરી ગલીએ અને રહેણાક મકાનમાં જુગારની હાટડીઓ ધમધમતી થઈ ગઈ છે. આડેધડ જુગારની હાટડીઓ ચલાવતા તત્વોને જાણે કાયદાની કોઈ બીક ન હોય તેમ ખુલ્લે આમ જુગાર રમાડી રહ્યા છે.ત્યારે પોલીસ પણ પણ જાણે માત્ર ખાના પૂરતી કરવા પૂરતી જુગારના દરોડા પાડી સંતોષ માની લેતી હોય તેમ લાગી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW