HomeGujaratહળવદમા કન્ટેનર ટ્રકની લુંટ કેસમા એકની ધરપકડ, બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

હળવદમા કન્ટેનર ટ્રકની લુંટ કેસમા એકની ધરપકડ, બે ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

હળવદના સુખપર પાસે આવેલા કંન્ટેનર યાર્ડમાથી 23 ટન ઘઉ ભરીને વાકાનેર જતાં ટ્રકને હળવદમા મોરબી ચોકડી પાસે 4 શખ્સોએ કાર વચ્ચે નાખીને ટ્રક ઉભી રખાવીને બોલાચાલી કરીને ડ્રાઈવરને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેમાં લુંટારાઓ ટ્રકની લુટ ચલાવી ભાગી રહ્યા હતા તે દરમિયાન માળિયા તરફ જતાં કેદારીયા પાસે ટ્રક પલટી ગયો હતો જેમાં બે ઈજાગ્રસ્ત થતા હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ટ્રક ડ્રાઈવર દ્વારા 4 આરોપીઓ સામે લુંટનો ગુનો દાખલ કર્યો હતો.

ફરીયાદની વિગત મુજબ ડ્રાઇવર ફિરોજભાઈ જુમાભાઈ જુણેજાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ટ્રક નં.જીજે 27 એક્સ 4235 સાથે કન્ટેનર લઈને જતા હતા. જેમાં 23 ટન ઘઉં ભરેલ હતા ત્યારે હળવદ માળિયા હાઇવે ઉપર પરિશ્રમ હોટેલ આગળ કુલદીપસિંહ વાઘેલા,સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વીરલભાઈ શૈલેષભાઇ સોની અને અજાણ્યો એક શખ્સ બલેનો કારમાં ધસી આવ્યા હતા.તેઓએ ટ્રક રોકાવીને લાફા મારી ગાળો આપી ઘઉં ભરેલ કન્ટેનર મળી રૂ. 12 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી.

લુંટ કરીને જતી વેળાએ કેદારીયા પાસે ટ્રક પલટી ગયો હતો અને જેમાં એક આરોપી કુલદીપસિહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જ્યારે એક અજાણ્યો શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે ક્યારે પકડાશે તે પણ જોવાનું રહ્યું….

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW