મોરબી નજીક મચ્છુ નદીમાંથી સાંજના બે સગીર મિત્રોના મૃતદેહ મળી આવ્યાં હતા.ઘટનાની જાણ થતા. ફાયર વિભાગની ટીમ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃત દેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડિવિઝન પોલીસે એડી નોધી તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બન્ને સગીર વિસિપરા વિસ્તારમા રહેતાં હોય અને ગઈ કાલથી ગુમ હતા બનાવની ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી નજીક આવેલ જવાહર ગ્રામ પંચાયતના બૌધ નગર વિસ્તારના પાછળ ભાગે આવેલા મચ્છુ નદીમાં બે સગીર ના મૃત દેહ પાણીમાં તરતા હોવાની સ્થાનિક દ્વારા જાણ કરવામાં આવી હતી જેના આધારે મોરબી ફાયર વિભાગની ટીમ અને બી ડિવિઝન પોલીસની ટીમે ઘટનાં સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ બન્ને બાળકનો મૃતદેહ બાહર કાઢી સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ કરતા મૃતક ના નામ સાહિલ સંજયભાઈ શેખાલી ઉ.વ.17 અને જેસિંગ પ્રફુલભાઈ ધોળકિયા ઉ. વ.14 હોવાનું સામે આવ્યું હતું.મૃતક બન્ને સગીર વીસી પરામાં રહેતા હોય અને બે દિવસ થી ગુમ હતા પરિવાર દ્વારા બાળકના ગુમ થતાં સગા સબંધી અને આસપાસ વિસ્તારમાં તપાસ કરી હતી અને પતો ન લાવતા ગુમ શુદા અંગે નોધ કરાવી હતી હાલ બનાવ અંગે પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

