HomeGujaratમોરબીના પીપળી ગામમાં જુગાર રમતાં 5 ઝડપાયા 

મોરબીના પીપળી ગામમાં જુગાર રમતાં 5 ઝડપાયા 

મોરબી તાલુકાના નવા પીપળી ગામમાં આવેલા સ્મશાન પાસેથી પોલીસે 5 જુગારીઓને ઝડપી લીધાં હતાં અને તેની પાસેથી રૂ.67,500 રોકડ સહિતનો મુદામાલ કબજે કરાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે જુગાર ધારા અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મોરબી તાલુકાના નવા પીપળી ગામમાં  આવેલા સ્મશાન પાછળના ભાગે જાહેરમાં જુગાર રમાતો હોવાની  બાતમીના આધારે પોલીસે 

દરોડો પાડ્યો હતો અને જાહેરમાં જુગાર રમતા બકુલભાઈ હરિભાઈ જેઠલોજા, પરેશભાઈ પ્રભુભાઈ ઘોડાસરા, પ્રેમલભાઈ કરશનભાઇ મકવાણા, સુરેશભાઈ નાગજીભાઈ સનારીયા અને ધર્મેન્દ્રભાઈ ત્રિભુવનભાઈ ભોરણીયાને તીનપતિ રમતા ઝડપી લીધા હતા અને જુગારના સ્થળ પરથી રૂ. 67,100 રોકડા અને ગંજી પતા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW