મોરબી જિલ્લાનું વહીવટી તંત્ર આમ પણ માત્ર પૈસા માટે જ કામ કરતું હોવાના આક્ષેપ મોરબીવાસીઓ દ્વારા સતત કરવામાં આવતા હોય છે.તેવામાં મહેસુલી તપાસણી કમિશ્નર દ્વારા જીલ્લા કલેકટરને એક પત્ર લખી વહીવટીતંત્રની લાપરવાહી બાબતે ટકોર કરવામાં આવતા વહીવટી તંત્રની કાર્ય નિષ્ઠા સામે સવાલ ઉભા થયા છે
મોરબી જીલ્લા કલેકટરને ઉદેશીને રાજ્ય સરકારના મહેસુલ તપાસણી કમિશ્નર દ્વારા એક પત્ર મોરબીજીલ્લા કલેકટરને મોકલવામાં આવ્યો છે જેમાં સમય મર્યાદામાં સરકારની સેવાઓ લોકો સુધી પહોચાડવામાં વિલંબ થયો હોવાનું જણાવાયું છે. તેમજ આવું થવા પાછળના કારણો સાથે ૭ ડીસમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. તો આવનાર સમયમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે પણ ટકોર કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે ખેડૂત પ્રમાણપત્ર ની ખરાઈ કરવા જેવી સાવ સામાન્ય કામગીરીમાં પણ અનેક અરજીઓ લાંબા સમયથી પડતર રહી ગયાનું મહેસુલ વિભાગના સ્ટેટ મોનીટરીંગ સેલના ધ્યાને આવ્યું હતું. આથી ૧૫-૭ ના રોજ જીલ્લા કલેકટરને પડતર અરજીના બે દિવસમાં નિકાલ કરી સબંધિત અધિકારી પાસે ખુલાસો માગવા માટે જણાવાયુ હતું.
ત્યાર બાદ મહેસુલી તપાસણી કમિશ્નર દ્વારા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે જેમાં કામગીરી સમયસર પૂર્ણ કરવામાં થયેલ ચૂક અંગેના કારણ સાથેના રીપોર્ટ કરવા જણાવાયું છે. અને આગામી સમયમાં ચૂક ન થાય તે ધ્યાને લેં ટકોર કરવામાં આવી છે
મોરબીમાં વહીવટી તંત્રના મનસ્વી વલણના લીધે જનતા પરેશાન હોવાના સતત આક્ષેપ વચ્ચે આ પત્ર વહીવટી તંત્રની પોલ ખોલવા પુરતો છે

