માળિયા મિયાણા તાલુકાના ખિરઈ ગામમાં આવેલા નવા પરા ગામમાં આવેલા એક શખ્સે દેશી બનાવટ ની બાર બોર બંધુક છુપાવેલા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી બાતમી આધારે એલસીબીએ ગુલામ મોવર લધાની નામના શખ્સ ને લાયન્સ વિનાની બાર બોર બંધુક સાથે ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો બીજા એક બનાવમાં માળિયા કચ્છ નેશનલ હાઇવે પર આવેલા હોનેસ્ટ હોટેલ પાસેથી મળીયા મિયાણા પોલીસે મોરબી તાલુકાના અમરેલી ગામના સુનિલ વિજયભાઈ આદરોજીયા ને ઝડપી લીધો હતો.તેની પાસેથી લાયસન્સ વીનાના દેશી તમંચા સાથે ઝડપી લીધો હતો.બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

