HomeGujaratમોરબીના સો ઓરડીમાં સરકારે ફાળવેલા પ્લોટ પર દબાણ હોવાની પોલીસની નોટીસથી 39...

મોરબીના સો ઓરડીમાં સરકારે ફાળવેલા પ્લોટ પર દબાણ હોવાની પોલીસની નોટીસથી 39 પરિવારમાં ફફડાટ, કલેકટરને આવેદન

મોરબી શહેરના વોર્ડ 4 માં આવેલા સો ઓરડી વિસ્તાર માં આવેલા રામદેવ મંદિરના બાજુના ભાગમાં 39 જેટલા પરિવાર છેલ્લા 60 વર્ષથી રહેતા હોય આ પરિવારએન અચાનક તંત્ર દ્વારા એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોટીસ ફાળવવામાં આવતા પરિવારના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ બની ગઈ છે નોટીસથી ફફડી ગયેલા આ સ્થાનિકોએ ધારાસભ્ય અને રાજકીય આગેવાનો પાસે જઈ પોતાની આપવીતી જણાવતા આજે સ્થાનિકોએ પાલિકાન પૂર્વ કાઉન્સીલર અને આગેવાનોને સાથે રાખી આ 39 પરિવાર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓને સરકાર દ્વારા 1963થી ૧૯૭૩ દરમિયાન રહેણાંક હેતુ માટે 39 પ્લોટ સનદથી ફાળવ્યા હતા જેમાંથી 24 પ્લોટમાં મકાન છે જયારે 15 પ્લોટ ખુલ્લા છે અને ત્યાં આ લોકો 60 વર્ષ કરતા પણ વધારે સમયથી રહે છે.હવે સરકાર દ્વારા ફાળવેલી આ જગ્યા પર દબાણ થવા અંગે પોલીસે એન્ટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોટીસ કેવી રીતે આપી શકે તેવા સવાલ કર્યા છે. એક જમીનના બે-બે માલિક કેવી રીતે હોય શકે તેવા સવાલ સ્થાનિકોએ જિલ્લા કલેકટરને કર્યા હતા સ્થાનિકોએ આવેદનપત્ર સાથે સાથે સીટી સેર્વે રેકોર્ડ,કરવેરા બીલ તેમજ લાઈટ બીલ સહીતના પુરાવા રજુ કર્યા હતા સ્થાનિકોએ આ મુદે તેઓને ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW