ઔધોગીક નગરી મોરબીમાં એક હજાર થી વધુ નાની મોટી સિરામિક અને તેની સાથે જોડાયેલી ફેકટરીઓ આવેલાં છે જેમાં લાખો મજૂર કામ કરે છે. આં ફેકટરીમાં અવાર નવાર નાના મોટા અક્સ્માત સર્જાતાં હોય અને સુરક્ષા સાધનોના અભાવે શ્રમિકના મોત પણ થયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સિરામિક ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગમાં શ્રમિકોની સુરક્ષા જળવાઈ તે માટે મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી વિષયક સેમિનાર રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ એચ.એસ.પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી.જેમાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવ્યું હતુ.
ઉપરાંત, મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં LPG ગેસનો વપરાશ થતો હોઈ, તેના હેન્ડલિંગ તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા-૧૯૪૮ અંતર્ગત આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉધોગકારો હાજર રહેલ તેમજ મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના વિવિધ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, હરેશ ભાઈ બોપલીયા, મુકેશભાઈ ઉઘરેચા સહિતના ઉધોગકારો તેમજ મોરબીની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી & હેલ્થ કચેરીના ડેપ્યુટી ડાયરેક્ટર યુ.જે.રાવલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર આર.જી.ચૌધરી તથા અન્ય અધિકારી પી.એમ.કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો

