HomeGujaratવાંકાનેરમાં બે સગીરાઓને ભગાડી જવાના ગુના ઉકેલી પોલીસે 2 આરોપીને ઝડપી લીધા

વાંકાનેરમાં બે સગીરાઓને ભગાડી જવાના ગુના ઉકેલી પોલીસે 2 આરોપીને ઝડપી લીધા

મોરબી જિલ્લામાં મહિલાઓ અને બાળકો સાથે બનતા ગંભીર ગુનાઓ અટકાવવા અને અગાઉ થયેલા ગુના ઝડપથી ઉકેલવાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવના આદેશ બાદ જીલ્લામાં પોલીસ અલગ અલગ પોલીસ મથકના સગીરાઓને ભગાડી જવાના ગુના ઉકલેવામાં આવી રહ્યા છે. અને આ કામગીરીના ભાગરૂપે વાંકાનેર તાલુકા મથક વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારમાંથી બે સગીરાઓને ભગાડી જવાના બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને સગીરાને ભગાડી જનારા બે આરોપીઓની ધરપકડ કરી હતી પ્રથમ બનાવમાં વાકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક 17 વર્ષીય સગીરાનું એક મૂળ મધ્યપ્રદેશનો વતની ગોલુ ખુમસિંગ બઘેલ નામનો શખ્સ ભગાડી ગયો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી જેમાં સર્કલ પોલીસ ઇન્સ્પ્કટર અને તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ટેકનીકલ અને હ્યુંમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ હાથ ધરી સગીરા અને આરોપી ગોલુ ખુમસિંગ બઘેલને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી તો બીજા એક બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાનું લાલુ ઉર્ફે નરેન્દ્ર ચંદુભાઈ ચાવડા અપહરણ કરી લઇ ગયો હતો.અને આ અંગે સગીરાના પરિવારજનોએ અપહરણ અંગેની ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે અલગ અગલ દિશામાં તપાસ કરી આરોપી લાલુ ઉર્ફે નરેન્દ્રને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW