મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલા રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઇ અરજણભાઇ સોલંકી નામના 40 વર્ષીય યુવકને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20/05/2018ના રોજ સરકારી માલિકીનો 126.71 ચોરસ મીટરનો પ્લોટ રહેણાંક હેતુ માટે ફાળવ્યો હતો જોકે આ પ્લોટ પર વિસીપરામાં રહેતા ઓસમાણ ઉર્ફે હુશેનભાઇ સુલેમાનભાઇ સેડાત અને ઇબ્રાહીમ ઉર્ફે ઇભુ ઓસમાણ ઉર્ફે હુશેનભાઇ સેડાત નામના બે શખ્સોએ ગેર કાયદે કબજો કરી તે પચાવી પાડ્યો હતો આ અંગે અનેક વખતતંત્ર દ્વારા લેખિત સુચના આપવા છતાં પ્લોટ ખાલી નહી કરતા અંતે આ અંગે દિનેશભાઈ સોલંકી એ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અને તેમના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

