HomeGujaratમોરબીમાં પુત્રી સાથે પ્રેમ કરનાર યુવકને એસિડ પીવડાવી પતાવી દેવાયો, પ્રેમિકા અને...

મોરબીમાં પુત્રી સાથે પ્રેમ કરનાર યુવકને એસિડ પીવડાવી પતાવી દેવાયો, પ્રેમિકા અને તેના માતા પિતા સામે ફરિયાદ

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા યુવકને લતા નામની કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે અંગે યુવતીના પિતા અને પરિવારને મંજુર ન હોય જેથી યુવતીના પિતાએ યુવકને રેલ્વે સ્ટેશન પાસે મળવા બોલાવ્યો હતો અને ત્યાં તેની પ્રેમિકા અને તેના માતા પિતાએ મળી યુવકને એસીડ પાઈ દીધું હતું જે બાદ ગંભીર હાલતમાં યુવક ઘરે આવ્યો હતો અને ઉબકા ઉલટી કરવા લાગતા સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. જે તે સમયે પોલીસે યુવકનું નિવેદન નોધ્યું હતું.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ મનસુખભાઈ ચૌહાણ નામનો યુવક ગત તા 11 ના રોજ અચાનક ઉબકા ઉલટી કરવા લગતા તેને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન પોલીસ દ્વારા યુવકનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં તેણે ચોકાવનારો આક્ષેપ કર્યો હતો યુવકે જણાવ્યું હતું કે તેને વીસીપરામાં રહેતા અજયભાઈ શુક્લા નામની દીકરી લતાબેન સાથે પ્રેમ સબંધ હોય જે યુવતીના પરિવારજનોને પંસદ ન હતું જેથી તેઓએ ગત 11 ના રોજ મોરબી રેલ્વે સ્ટેશન પાસે બોલાવ્યો હતો અને ત્યાં અજયભાઈ બચુભાઈ શુક્લ તેની પત્ની દયાબેન અજયભાઈ શુક્લ તેમજ પ્રેમિકા લતાબેન અજયભાઈ શુક્લે ત્રણેયે ભેગા મળી એસીડ પીવડાવી દીધું હતું યુવકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો જે બાદ મૃતકના કૌટુંબિક સગા શાંતુબેન ગોવિંદભાઈ ચૌહાણે બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી અજયભાઈ બચુભાઈ શુક્લ , તેના પત્ની દયાબેન અજયભાઈ શુક્લ તેમજ પુત્રી લતાબેન અજયભાઈ શુક્લ વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે આઈપીસી

302,114 અંતર્ગત ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બનાવ અંગેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર પી એ દેકાવડીયા ચલાવી રહ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW