મોરબીના બેલા ગામથી ખોખરા ધામ જતા રસ્તામાં આવેલા એચટીકા સિરામિક નામની ફેકટરીમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી હતી.દરમિયાન ગત રાત્રીના ૩:30 વાગ્યાની આસપાસ તુલસીભાઈ રામ ભાઈ કોરી નામના 70 વર્ષીય વૃદ્ધ કોઈ કારણસર આ નિર્માણધિન ટાંકીમાં પડી ગયા હતા. જે અંગે કમલેશભાઈ નામની વ્યક્તિને જાણ થતા તેઓએ મોરબી 108ની ટીમને જાણ કરી હતી જે બાદ મોરબીના મહેન્દ્રનગર લોકેશનની 108 ટીમના પાઈલોટ હનીફ દલવાણી અને ઈએમટી મનીષભાઈ આહીર ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત તુલસીભાઈને તાત્કલિક સ્પાઇન સ્ટ્રેચરની મદદથી સેફ્ટી બેલ્ટની મદદ લઇ તાત્કાલિક 15 થી 20 ફૂટ ઊંડી ખાલી ટાંકીમાંથી બહાર કાઢયા હતા અને તાત્કાલિક સારવાર આપી વૃદ્ધ તુલસીભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

