મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિકસેલા સિરામીક અને પેપરમિલ સહિતના નાના-મોટા ઉધોગો ખુબ મોટી સંખ્યામાં આવેલા છે અને તેમાંથી કેટલાક ઉધોગકારો બેદરકારી દાખવી પ્રદુષિત પાણી તેમજ કેમિકલ જાહેર નદી નાળા કે વોકળામાં ઠેલવી જતા હોય છે અને તેના કારણે આ તળાવ કે વોકળાનું પ્રદુષિત પાણી આસપાસના ખેતરમાં પહોચે જેના કારણે નાના ખેડૂતને ખુબ મોટુ નુકશાન વેઠવું પડે છે એક તરફ મોંઘા બિયારણ ખાતર મજુરી સહીતના ખર્ચા માથે પડે છે તો બીજી તરફ જમીનની ગુણવતા ખરાબ થાય છે જેના કારણે ખેડૂતને લાંબા સમયે પાક લેવામાં મુશ્કેલી ઉભી થાય છે આવી સ્થિતિમાં ખેડૂત જમીન હોવા છતાં પોતાના પાક લઇ શકતા નથી ત્યારે આ મુદે ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ અગ્રણી કે ડી બાવરવાએ સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી જેમાં માંગ કરી છે કે જો કોઈ ફેક્ટરી વાળા પોતાની બેદરકારી દ્વારા કોઈ ખેડૂત ને નુકશાન જાય તેવું કૃત્ય કરે અને ખેડૂત ને નુકશાન જાય તેવું બને તો તેને સરકારે યોગ્ય તપાસ કરીને યોગ્ય વળતર ચુકવવું જોઈએ અને સામે આવી ફેક્ટરી ને ક્લોઝર આપીને કાયમી ધોરણે બંધ કરાવવી જોઈએ .તો અમારી માંગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરી કરીને ક્યાં ફેકટરી વાળા ની બેદરકારી થી આવું થવા પામેલ છે. તે નક્કી કરીને તે ફેકટરી માલિકો સામે કાયદેસરના પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

