મોરબી શહેરમાં અવાર નવાર રખડતા ઢોર નાના મોટા લોકોને હડફેટે લઈ ઈજા પહોંચાડી હોવાની અનેક ઘટનાઓ બની રહી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે મોરબીમાં વધુ એક વખત રખડતા ઢોરે બાળકને ઠોકરે ચડાવ્યો હોવાની ઘટના સામે આવી છે જેની મળતી માહિતી મુજબ મોરબી પાલિકા વિસ્તારમાં આવેલા જેલ રોડ નજીકના વણકરવાસ માં રહેતા નિશ્ચય ભાવેશભાઈ દલસાણીયા નામના ૬ વર્ષ ના નાના બાળકને રખડતા ઢોર એ હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી,
ઘટના જયારે બાળક પોતાના ઘર ના આંગણે રમી રહ્યું હતું ત્યારે બની હતી. પોતાની રમતમાં મશગુલ નિશ્ચયને રખડતા ઢોરે હડફેટે લીધેલ હતો. સ્થાનિક લોકોમા ખુબજ આક્રોસ જોવા મળ્યો હતો અને તેઓ એ જણાવ્યું હતું કે અમારા નાના બાળકો પોતાના ઘર આંગણે પણ સુરક્ષિત નથી તેમજ પોતાના ઘર પાસે બાળકોને ના રમવા દઈએ તો ક્યાં રમવા મોકલીએ. અત્રે ઉલ્લેકનીય છે કે વારંવાર રખડતા ઢોર ના ત્રાસ થી આવા અનેક લોકોને પોતાનો જીવ પણ ગુમવવા નો વારો આવ્યો છર. તેથી લોકો એ રખડતા ભટકતા ઢોર અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

