મોરબી તાલુકાના ગાળા ગામથી જસમત ગઢ અને શાપરને જોડતા રસ્તા પર લાંબા સમયથી કાચા પાકા દબાણો ખડકાઈ ગયા હોય અને તે અંગે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગને જાણકારી મળી હતી. જેના આધારે દબાણો દૂર કરવાના ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો અને આ આદેશને પગલે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ સહિતના તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી કરાઈ હતી.

મોરબી તાલુકાના ગાળા જસમતગઢ અને શાપર ગામને જોડતા માર્ગ પર લાંબા સમયથી અનેક દબાણો ખડકાઈ ગયા હતા . આ ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તા ઉપર ચાર મકાનો,અમુક દીવાલો તેમજ શૌચાલય અને બાથરૂમના ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ દબાણો રસ્તા ઉપર નડતરરૂપ હોવાથી અગાઉ જિલ્લા પંચાયત દ્વારા નોટિસ આપી સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા સુચના આપવામાં આવી હતી જોકે આ દબાણ કર્તા દ્વારા નોટીસ બાદ પણ દબાણો ન દુર કરાયું ન હતું
આ અંગે માર્ગ મકાન વિભાગ દ્વારા આં અંગે ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરાયો હતો અને તેના આધારે જિલ્લા વિકાસ અધિકારી ડી ડી જાડેજાએ આ દબાણો દૂર કરવાનો આદેશ આપતા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ચૌધરી, ઘેટિયા તેમજ તલાટી અને ઇન્ચાર્જ ટીડીઓ વિપુલ જીવાણી સહિતનાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીના ગાળા ગામના રસ્તા ઉપર ખડકાયેલા દબાણો દૂર કર્યા હતા. જો કે ડીડીઓ દ્વારા હમણાંથી દબાણો સામે આકરું વલણ દાખવી વિકાસકામોમાં અવરોધરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં બગથળા બાદ હવે ગાળા ગામે પણ ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

