મોરબીના લાલપર નજીક ઇપોઝ સિરામિક ફેકટરીમાં પેકિંગ વિભાગમાં મજુરી કામ કરતામૂળ મૂળ ઝારખંડ જીલ્લ્લાનો વતની સોનાતાનભાઈ જાપનભાઈ કોઈકા નામના યુવાનની તબિયત બરાબર ન હોવાથી તે કામ પર ગયો ન હતો જોકે રાત્રીના સમયે કોઈ શખ્સે જણાવેલ કે પાવર હાઉસ પાસે કોઈ અજાણ્યા યુવકની લાશ પડી છે જેથી ફેકટરીમાં સાથે કામ કરતા લખનભાઈ માંગીયા બાની એ તપાસ કરવાં ત્યાં પહોચ્યા હતા જ્યાં ચેક કરતા આ લાશ કચરાના ઢગમાં પડી હતી અને તેને માથામાં ભાગે ગંભીર ઈજા પહોચેલી હતી આ લાશની તપાસ કરતા મૃતક સોનાતનની હોવાનું સામે આવ્યું હતું જેથી ફેકટરીમાં કામ કરતા લખનભાઈએ તેને ઓળખી બતાવ્યા હતા જેથી તેને હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં ડોકટરે મૃત જાહેર કરી મૃત દેહ પીએમ અર્થે ખસેડી હતી બનાવ અંગે તાલુકા પોલીસે લખનભાઈ માંગીયાની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોધી કાયદે સર કાર્યવાહી હાથ ધરી હતી

