HomeGujaratમોરબીનો ગ્રેજયુએટ યુવાન શેરીએ શેરીએ ફરી શાકભાજી વેચે છે અને બપોરે નામાં...

મોરબીનો ગ્રેજયુએટ યુવાન શેરીએ શેરીએ ફરી શાકભાજી વેચે છે અને બપોરે નામાં લેખા લખે છે

આજના સમયમાં મોટા ભાગના યુવાનો પોતાના પિતાના પૈસે લીલા લહેર કરતા જોવા મળે છે,સોસિયલ મીડિયામાં,ફિલ્મમાં અને ક્રિકેટમાં જ રચ્યા પચ્યા રહે છે,અને પછી પોતાના માટે વ્હાઈટ કોલર જોબ,નોકરી શોધતા હોય છે,આજના સમયમાં દરેકેદરેક વ્યક્તિને પોતાના પરંપરાગત વ્યવસાય નથી કરતા કારણ કે એમાં ખુબજ મહેનત કરવી પડે છે,શ્રમ કરવો પડે છે,પરસેવો પાડવો પડે છે, આજ ના સમયમાં યુવાનો સુટ બુટ અને એસી ઓફિસમાં નોકરી કરવાનું પસંદ કરતા હોય છે અને તેના કારણે સરકારી નોકરી ની જેટલી ભરતી જાહેર થાય તેના કરતાં અનેક ગણાં ઉમેદવારો ઉનમટી પડતાં હોય છે. કારણ કે બધાને નોકરી જોઈએ છે,આવા સમયે  મોરબીનો એક યુવાન  જગદીશ દિનેશભાઈ ડાભી નો યુવાન બી.કોમ.નો અભ્યાસ કરી સવારમાં શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી શાકભાજી અને ફળોની લારી ચલાવવામાં જરાય નાનપ કે ગ્લાનિ નથી અનુભવતો. પિતાજીની છત્રછાયા ગુમાવી હોવા છતાં જીવનના ઝંઝાવાતોને જીલીને પણ હોંશભેર પોતાનું કામ કરીને મહેનત કરીને બે પૈસા કમાય છે અને બપોરે નામાં લેખા લખવા જાય છે,આમ આ યુવાન અછતમાં અને અભાવમાં ઉછરી સ્વબળે આગળ વધી પરિશ્રમને જ પારસમણિ ગણી કોઈપણ કામ ને નાનું ન ગણીને પોતાનું કાર્ય કરી અન્ય યુવાનો માટે પ્રેરણા પુરી પાડી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW