મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જુગારની હાટડીઓ ધમધમવા લાગી છે. ત્યારે મોરબી પોલીસે આવા તત્વો પર કડક કાર્યવાહી હાથ ધરી હતી અને અલગ અલગ ત્રણ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને 9 આરોપીઓને ઝડપી લીધા હતા અને તેની પાસેથી13,710 રોકડા અને જુગાર સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે પોલીસ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખેવારિયા ગામમાં આવેલા રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં કેટલાક શખ્સ જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા રજનીકાંત ઉર્ફે લાલો હંસરાજ જોષી,રમેશ બાબુભાઈ કાલરીયા,ગોરધન અવચર રાજપરા ,ભીખુભા બાપુભા જાડેજા,રાજેશ જેઠાભાઈ પ્રજાપતિ સહિતનાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રું11210 રોકડા અને જુગાર સાહિત્ય જપ્ત કર્યું હતું.અને તેના વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આં ઉપરાંત મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલા કાવેરી સિરામિક નજીક આવેલા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હાજી ઉમર જામ અને જુસબ મામદ ભાઈ મોવરને જ્યારે અન્ય એક કાર્યવાહીમાં નેશનલ હાઇવે પર જ ફર્ન હોટેલ નજીક સાકીર રમજાન શેખ અને મનોજ હમીરભાઇ શેખ નામના શખ્સને જુગાર રમતા ઝડપી લીધા હતા પોલીસે બન્ને સ્થળના મળી કુલ રું 2950 રોકડા અને જુગાર સાહિત્ય જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

