HomeGujaratમહેન્દ્રનગરના પ્રભુકૃપા ટાઉનશીપમાં પીવાના પાણી મુદે મહિલાઓએ જિલ્લા સેવા સદનમાં મોરચો માંડ્યો

મહેન્દ્રનગરના પ્રભુકૃપા ટાઉનશીપમાં પીવાના પાણી મુદે મહિલાઓએ જિલ્લા સેવા સદનમાં મોરચો માંડ્યો

મોરબીના મહેન્દ્રનગર ગામની હદમાં આવતા રેસીડેન્સીયલ વિસ્તાર એવા પ્રભુકૃપા ટાઉનશીપના વિભાગ નંબર 1 માં રહેતા પરિવાર પીવાના પાણીની સમસ્યાથી ત્રાસી ગયા છે ગ્રામ પંચાયતમાં અ મુદે અનેકવખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો જેથી આજે આ વિસ્તારની મહિલાઓ તેમજ આગેવાનો પાણી પ્રશ્ને પહેલા ગ્રામ પંચાયત કચેરીએ મોરચો માંડ્યો હતો અને ગ્રામ પંચાયત સમક્ષ પાણી મુદે ઉગ્ર રજુઆત કરી હતી જોકે ગ્રામ પંચાયત માંથી સંતોષકર્ક જવાબ ન મળતા તમામ મહિલાઓ અને આગેવાનો જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા હતા

મહિલાઓએ આક્ષેપ કર્યા હતા કે પ્રભુકૃપા ટાઉનશીપમાં વારંવાર પાણીના ધાંધિયા થાય છે. ઘણા સમયથી પાણીની સમસ્યા થાય છે. જો કે અગાઉ તેમની સોસાયટીમાં નઝરબાગ માળીયા હાઇવે લાઈનમાંથી પાણી આપવામાં આવતું હતું. પણ અચાનક જ આ લાઇન મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દ્વારા ગત તા.10/6/2023ના રોજ બંધ કરવામાં આવી હતી. આ લાઇન બંધ કર્યા બાદ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દ્વારા પ્રભુકૃપા રેસિડન્સીના નવા સંપમાંથી પાણી ચાલુ કરવામાં આવ્યું હતું. પણ આ નવા સંપમાંથી માત્ર બે દિવસ જ પાણી આવ્યું હતું. જો કે આ સંપમા સતત પાણી ચાલુ હોવા છતાં પ્રભુકૃપા ટાઉનશીપ વિભાગ-1 સુધી પાણી પહોંચતું જ નથી. આથી આ લોકોને પાણી મળતું નથી. આથી આજે ગ્રામ પંચાયત સમક્ષ ઉગ્ર રજુઆત કરી તેમની સોસાયટીમાં નિયમિતપણે યોગ્ય રીતે પાણી આપવાની માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW