HomeGujaratમાળિયાંના વવાણીયા ગામના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા

માળિયાંના વવાણીયા ગામના છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા

ખીરઈ સંપની લાઇનમાં ભંગાણ થતા એક એક બેડા પાણી માટે મહિલાઓ વલખાં મારવ મજબૂર

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામમાં છેલ્લા૧૦,૧૨ દિવસથી પીવાના પાણી ને લઇ ગ્રામજનોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે ગામના છેવાડા વિસ્તારમાં તો રીતસરના પીવાના પાણીના ફાંફા પડી રહ્યાં છે ૬૦૦૦ ની વસ્તી વાળા ગામમાં પાણીની તંગી છે પરંતુ સૌથી ખરાબ હાલત છેવાળા ના વિસ્તાર માં રહેતા પછાત વર્ગના લોકોને અને દલિત સમાજના વિસ્તારની છે આં વિસ્તાર માં કેટલાય દિવસોથી પીવાનું પાણી મળી રહ્યું નથી.મહિલાઓને પાણી માટે રઝડપાટ કરવો પડી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પીવાનું પાણી પરંતુ મળતું ન હોય આવી સ્થિતિ માં ન્હાવા, કપડાં તેમજ ઘરના બીજા કામ માટે પણ પાણી રહેતું નથી જિલ્લા વહીવટી તંત્ર નલ સે જલ યોજનાની સફળતાના દાવા કરે છે ખુદ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મોરબી જિલ્લામાં આવે અને વવાણીયા ગામની પણ મુલાકાત લીધી હતી અને ગામની મહિલાઓએ પાણી પુરવઠા મંત્રી ને પીવાના પાણી મુદ્દે રજૂઆત કરી હતી. મંત્રી દ્વારા નવી પાઇપ લાઈન નાખી ગામમાં પીવાના પાણી આપવામાં આવશે તેવી ખાતરી તો આપી પરંતુ આ ખાતરીનું પરિણામ શું આવે છે શું ગામના છેવાડાના લોકોને પીવાનાં પાણી મળશે કે કેમ તેવા સવાલ ઉઠી રહ્યા છે.


હાલ સ્થિતિ એવી છે કે મહિલા પાણી હાઈસ્કૂલની પાણીની લાઇનમાં બે દિવસે એકવાર પાણી આવે છે તે પાણી ભરવા મજબુર બની છે.ગામમાં ગાય ભેંસ તેમજ અન્ય પશુઓ માટે પણ પીવાનું પાણી મળતું નથી જેથી ફરજિયાત તળાવનું ગંદુ અને દુર્ગંધ વાળું પાણી પશુઓને પીવડાવવામાં આવે છે.


મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ઉપરાંત બોડકી, મોટા દહિસરા,ન્યુ નવલખી, બગસરા, વર્ષા મેડી સહિત અનેક છેવાડાના ગામમાં પાણીની સમસ્યાએ માથું ઉચક્યું છે. ત્યારે પાણી પુરવઠા મંત્રી અને તેનું વહીવટી તંત્ર માત્ર આશ્વાસન આપી સંતોષ માની રહ્યું છે શું છેવાડા વિસ્તારમા પીવાનાં પાણીની સમસ્યા દૂર કરવા નક્કર આયોજન જ ન હોય તેવી સ્થિતિ બની ગઈ છે. એક તરફ માળીયા મિયાણા શહેર અને તેના તાલુકાના ગામડા બેરોજગારી, સિંચાઇના પ્રશ્નો તેમજ અન્ય અનેક સમસ્યાથી જજુમી રહ્યું છે આં સમસ્યાનાં કારણે ગામડા ના લોકો મોરબી શહેર તરફ આવી ચૂક્યા છે આવી સ્થિતિમાં હાલમાં જે લોકોનો વસવાટ છે તેમને સુવિધા નહિ મળે તો તેઓને પણ શહેર તરફ આવવા મજબૂર થવું પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW