HomeGujaratમોરબી ના વાંકાનેરમાં વિઘર્મી દ્વારા સગીરાને ગોલો ખવડાવવાનાં બહાને અપહરણ

મોરબી ના વાંકાનેરમાં વિઘર્મી દ્વારા સગીરાને ગોલો ખવડાવવાનાં બહાને અપહરણ

વાંકાનેર શહેરમાં પરણિત મુસ્લિમ યુવક ગોલો ખવડાવવાના બહાને પરિવારજનોને જાણ કર્યા વગર સગીરાનું અપહરણ કરી અવવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતા આ સગીરાના માતાની ફરિયાદને પગલે મુસ્લિમ યુવક વિરુદ્ધ પોકસો સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
વાંકાનેરમાં રહેતા હિન્દુ પરિવારની સગીર દીકરીને વિધર્મી પરણિત શખ્સ ઘરે કોઈને જાણ કર્યા વગર અપહરણ કરીને પાસે અવવારું સ્થળે લઈ ગયો હતો અને ત્યાં સગીરાની સાથે અડપલા કર્યા હતા હાલમાં માહિતી મુજબ તેમના પિતા ઘરે આવ્યા ત્યારે તેની દીકરી હાજર ન હતી જેની તપાસ કરતાં હતા ત્યારે લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે, તમારી દીકરીને મુસ્લિમ યુવક લઈ ગયો છે જેથી તે યુવકના મોબાઈલ ફોન પર વાત કરતા તે વાતને સમજી ગયો કે ભાંડો ફૂટી ગયો છે એટલે તે સગીરાને ઘર નજીક છોડીને ભાગી ગયો હતો ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ જીનપરા વિસ્તારમાં રહેતા સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત વિધર્મી ઢગા સામે પોતાની સગીર દીકરીને ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરીને લઈ જઈને અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપી સિરાજભાઇ મુન્નાભાઇ બુખારી રહે. જીનપરા વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW