HomeGujaratમોરબીમાં બાળકો વચ્ચેની માથાકૂટમાં બે પરિવાર બાખડી પડ્યા

મોરબીમાં બાળકો વચ્ચેની માથાકૂટમાં બે પરિવાર બાખડી પડ્યા

મોરબીના સબ જેલ સામેના વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ પરમારના દીકરા અને અને આરોપી કાળુભાઈ પરમાર ના દીકરા વચ્ચે શાળામાં કોઈ બાબતે ઝઘડો થયો હતો બાદમાં બાળકોએ આ અંગે ઘરમાં ફરિયાદ કરી હતી જે બાદ કાળુભાઈ ફરીયાદી પ્રવીણભાઈના ઘરે આવી પહોચ્યા હતા અને તેમની સાથે માથાકૂટ કરી હતી બાળકોના ઝઘડામાં આપણે માથાકૂટ ન કરવાની હોય તેમ પ્રવીણભાઈએ સમજાવવા છતાં આરોપી ગોરધનભાઈ,ઈશ્વરભાઈ જગાભાઇ તેમજ અશ્વિનભાઈ અને વીનુંભાઈ આવી પહોચ્યા હતા અને પ્રવીણભાઈના દીકરા સાવન પર પાઈપ વડે હુમલો કરી દીધો હતો અને ખભાના ભાગે ઈજા પહોચાડી હતી

બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW