HomeGujaratઅવની ચોકડી પાસે પાઇપ લાઇન પાથરવાની કામગીરી નું ખાત મુહૂર્ત તો થયું...

અવની ચોકડી પાસે પાઇપ લાઇન પાથરવાની કામગીરી નું ખાત મુહૂર્ત તો થયું કામ ક્યારે થશે?

મોરબી પાલિકા વિસ્તારમાં અવની ચોકડી દર વર્ષે વરસાદી પાણીના યોગ્ય નિકાલ વ્યવસ્થાના અભાવે દર વર્ષે જળ બંબાકાર જેવી સ્થિતિ નો સામનો કરે છે.

સ્થાનિકો દ્વારા અગાઉ અનેક રજુઆત કર્યા બાદ પાલીકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે આખા એરિયાને જોડતી પાઈપલાઈનનું કામ પાલિકા મંજૂર કરવામાં આવ્યું હતું અને આ કામ વહેલી તકે ચાલુ કરવાની ખાતરી સાથે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. જોકે આ પાઇપલાઇન પાથરવાની કામગીરી પાલિકા દ્વારા હજુ સુધી શરૂ કરવામાં નથી આવી જેના કારણે આગામી ચોમાસામાં ગયાં વર્ષ જેવી સ્થિતિ સર્જાઇ તેવી ભિતી સ્થાનિક લોકો એવી રહ્યા છે ત્યારે આ કામગીરી ઝડપથી શરૂ કરવા માટે સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.કાંતિલાલ બાવરવાએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અવની સોસાયટીથી અવની ચોકડી સુધી પાઈપલાઈનનું કામ મંજૂર થયા બાદ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવ્યું છે પરંતુ ખાતમુહૂર્તને ઘણો સમય વીતી જવા છતાં પાઈપલાઈનની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ કામ ક્યારે શરૂ કરવામાં આવશે સહિતના પ્રશ્નો ઉઠાવીને કાંતિલાલ બાવરવાએ ઝડપથી કામગીરી શરૂ થાય તેવી માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW