HomeGujaratકચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં પ્રવેશબંધી ફરમાવતું વન વિભાગ

કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભયારણ્યમાં પ્રવેશબંધી ફરમાવતું વન વિભાગ

ચોમાસા દરમ્યાન કચ્છના નાના રણમાં મળી આવતા સીડ્યુલ 1 નું એવું ઘુડખર પ્રાણીના સંવનન સમય શરુ થતો હોય જેથી તેઓને કોઈ અડચણ રૂપ ન બને તે માટે દર વર્ષે 16 જૂન થી 15 ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ દ્વારા અભ્યારણ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે ઘુડખર અભ્યારણ્યના ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર રાજ્ય સરકાર દ્વારા તા.૧૨-૦૧-૧૯૭૩ના જાહેરનામા થી ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે, કચ્છનું નાનું રણ આઇલેન્ડ-બેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગુ આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભ્યારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રયસ્થાન ઘુડખર (જંગલી ગધેડાઓ)ના અભ્યારણ્ય તરીકે જાહેર કરેલ છે.

        આ અભ્યારણ્યમાં વિવિધ પ્રકારના વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેથી બિન અધિકૃત વ્યક્તિઓ વાહનો લઇને કે પગપાળા અભ્યારણ્યમાં પ્રવેશ કરવો નહીં. ઉપરાંર સ્થાનિક લોકોએ દિવસ દરમિયાન ૨૦ કિ.મી. થી વધુ ઝડપે કોઇએ વાહન ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષક ડો. ડી. એફ. ગઢવી દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW