HomeGujaratમોરબીમાં પરણીત પ્રેમીએ યુવતી સાથે પ્રેમકર્યા બાદ લગ્ન ન કર્યા પ્રેમિકાએ લગ્ન...

મોરબીમાં પરણીત પ્રેમીએ યુવતી સાથે પ્રેમકર્યા બાદ લગ્ન ન કર્યા પ્રેમિકાએ લગ્ન કરવાનું કહ્યું તો મારમાર્યો

મોરબીમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતિ યુવતીએ તેનાં પરણીત પ્રેમીને મારી સાથે લગ્ન કેમ કરતો નથી તેમ કહેતા પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને માર માર્યો હતો. બનાવ અંગે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદે કાયૅવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગત મુજબ મોરબીની ખાનગી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતી નેહલબેન પ્રવિણભાઈ પોપટ નામની યુંવતીના રાજકોટ ખાતે રહેતા નિંકુજભાઈ દીપકભાઈ વસાણી સાથે તેમના લગ્ન સમાજીક રીત રીવાજ મુજબ થયેલા જે બાદ મનમેળ ન રહેતા તેમણે છુટા છેડા લઈ લીધા હતા. અને નેહલબેન મોરબી ખાતે તેમના પિતાના ઘરે રહેતા હતા. છેલ્લા એકાદ વર્ષથી યશેષભાઈ પ્રવિણભાઈ ગોહેલ તેમના પરિચયમાં આવતા નેહલબેનને પ્રેમ સબંધ થયેલ હતો અને આ યશેષભાઈ પરણિત હોય અને તેના છુટા છેડા થયેલ હોવાનું નેહલબેનને જણાવેલ હતું. જેથી નેહલબેન મરજીથી છેલ્લા અઢી માસથી યશેષના શનાળા રોડ ગીતાંજલી વિદ્યાલય વૈભવનગર ખાતે આવેલા રહેણાંક મકાનમાં યશેષ સાથે રહેતા હતા.રાત્રીના એકાદ વાગ્યાના અરશામાં નેહલબેન તથા યશેષ સાથે હતા તે વખતે નેહલબેને યશેષને ‘તું તારી પત્નિ સાથે છુટાછેડા કેમ લેતો નથી’ તેમ વાત કરતા આ યશેષ એક દમ ઉશ્કેરાઈ જઈ ગુસ્સે થઈ નેહલબેન સાથે બોલા ચાલી ઝગડો કરી મારા મારવા લાગ્યો હતો. અને આ બનાવની જો કોઇને જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી હતી. જેથી નેહલબેને પિતાના ઘેર આવી ગયા હતા. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW