HomeGujaratમંત્રી કનુ દેસાઈએ મીઠાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી મજૂરોને સ્થળાંતરિત કરવા કડક...

મંત્રી કનુ દેસાઈએ મીઠાના ઉદ્યોગકારો સાથે બેઠક યોજી મજૂરોને સ્થળાંતરિત કરવા કડક સૂચના આપી

સંભવિત બિપોરજોઈ વાવાઝોડા સંદર્ભે મોરબી આવેલા મંત્રી કનુભાઈ દેસાઈએ નવલખી બંદર નજીક મીઠાના ઉત્પાદપન સાથે જોડાયેલા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ હજી કેટલા મીઠાના અગરિયાઓ અંદર છે અને કેટલા મજૂરોને ખસેડવામાં આવ્યા છે તેની વિગતો ઉદ્યોગકારો પાસે મેળવી જણાવ્યું હતું કે, કોઈપણ મજુર જો અંદર રહેશે અને કોઈ દુર્ઘટના બનશે તો તેના માલિક પર કાનૂની પગલા લેવામાં આવશે. વાવાઝોડા ના પગલે આ ઉદ્યોગોમાં ટ્રાન્સપોર્ટેશન લોડીંગ-અનલોડીંગ તમામ બંધ કરવા મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી.બંદર પર લાગેલા સિગ્નલને અતિ ભયજનક ગણાવી મંત્રીએ જણાવ્યું હતું કે, પાછા બોલાવી લેવામાં આવેલા કે સ્થળાંતરિત કરેલા લોકોનું વેરિફિકેશન કરી કોઈ પણ વ્યક્તિ અંદરરહી ન જાય તે માટે જવાબદારી પૂર્વકપગલાં લેવા જરૂરી છે. મંત્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી મનિષા ચંદ્રા, જિલ્લા ક્લેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક |રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, મોરબી પ્રાંતઅધિકારી ડી.એ. ઝાલા, હર્ષદીપ આચાર્ય,માળીયા મામલતદાર બી.જે. પંડ્યા અને અને અગરીયા હીત રક્ષક મંચ ના મોરબી જીલ્લા કોઓડિનેટર મારૂતભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW