મોરબી શહેરથી હળવદને જોડતા સ્ટેટ હાઈવેના માર્ગને હાલ ફોર લેન કરવાની કામગીરી ચાલી રહી છે જેના કારણે રોડની એક સાઈડ કામ ચાલતું હોવાથી તે ભાગ અમુક કિમી પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે.ટ્રાફિકથી ધમધમતા આ માર્ગનો એક ભાગ બંધ થવાથી વાહન નીકળવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે અને તેના કારણે અહી ટ્રાફિક જામ થવા લાગ્યો છે ત્યારે આજે પણ આ માર્ગ પર મોરબી તાલુકાના માંડલ ગામથી હળવદ તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેના કારણે દુર દુર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને તેના કારણે વાહન ચાલકોને ત્યાંથી નીકળતા ખુબ લાંબો સમય લાગ્યો હતો

હાલ આ રસ્તા પર ફોર લેન કામગીરી ચાલી રહી છે ત્યારે અવાર નવાર આ રીતે રસ્તા બંધ કરવાની જરૂર પડે તેમ છે ત્યારે જો અ રીતે માત્ર એક તરફી જ વાહન ચાલશે તો 24 કલાક ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે જેથી માર્ગ મકાન વિભાગ આ પ્રકારની સમસ્યાના નિકાલ માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરે અથવા ડાયવર્ઝન આપે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે


